વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરો સાથે ઓટો, ટેલીકોમ, ફાર્મા હેવીવેઈટ શેરોમાં તેજીના સથવારે આજે સળંગ પાંચમાં દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર વધ્યું હતું. આ સાથે નિફટીમાં નવી ઊંચાઈનો ઈતિહાસ રચાયો હતો. ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરો બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક સાથે ઓટો જાયન્ટ મારૂતી સુઝુકી તેમ જ ભારતી એરટેલ, ગ્રાસીમ તેમ જ ફાર્મા જાયન્ટ સિપ્લા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ અને એફએમસીજી શેરો આઈટીસી સહિતમાં આકર્ષણે નિફટી સ્પોટ ૨૨૧૮૬.૦૫ નવો ઈતિહાસ રચી અંતે ૮૧.૫૫ પોઈન્ટ વધીને ૨૨૧૨૨.૨૫ની ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૭૨૮૮૧.૯૩ની ઊંચાઈએ પહોંચી અંતે ૨૮૧.૫૨ પોઈન્ટ વધીને ૭૨૭૦૮.૧૬ બંધ રહ્યો હતો. ચાઈનાના બજારો લાંબી રજા બાદ આજે નજીવી વૃદ્વિ સાથે ખુલ્યા હતા. જ્યારે અમેરિકી બજારો પ્રેસીડેન્ટ દિવસ નિમિતે આજે બંધ રહ્યા છે.
ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં તેજી
ફંડોએ આજે ફાઈનાન્શિયલ સર્વિસિઝ, બેંકિંગ શેરોમાં ફરી આક્રમક ખરીદી કરી હતી. બજાજ ટ્વિન્સ શેરોમાં આકર્ષણે બજાજ ફિનસર્વ રૂ.૩૬.૯૫ વધીને રૂ.૧૬૧૨.૫૦, બજાજ ફાઈનાન્સ રૂ.૧૧૯.૪૦ વધીને રૂ.૬૭૪૦.૬૫, એલઆઈસી ઈન્ડિયાને રૂ.૨૫,૪૬૪ કરોડનું આવક વેરા રીફંડ મળ્યાના સમાચારે શેર રૂ.૧૭.૫૦ વધીને રૂ.૧૦૫૬.૯૦, પૈસાલો ડિજિટલ રૂ.૧૯.૫૫ વધીને રૂ.૧૬૨.૫૦, બીએફ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૬૨.૧૫ વધીને રૂ.૫૮૮.૦૫, ક્રિસિલ રૂ.૩૯૦.૦૫ વધીને રૂ.૪૯૯૧.૯૦, વન ૯૭ પેટીએમ રૂ.૧૭.૦૫ વધીને રૂ.૩૫૮.૫૫ રહ્યા હતા. આ સાથે એયુ સ્મોલ બેંક રૂ.૧૯ વધીને રૂ.૬૦૦.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૦.૮૦ વધીને રૂ.૧૦૪૩.૬૦, સ્ટેટ બેંક રૂ.૨.૭૫ વધીને રૂ.૭૫૭.૫૦ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૯૦ પોઈન્ટ ઉછળ્યો
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૯૦.૦૧ પોઈન્ટ ઉછળીને ૫૧૩૨૨.૪૯ બંધ રહ્યો હતો. રાજેશ એક્ષપોર્ટસ રૂ.૪૧.૫૫ ઉછળીને રૂ.૩૪૫, બ્લુ સ્ટાર રૂ.૪૨.૬૦ વધીને રૂ.૧૨૮૦.૦૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૨૩.૯૫ વધીને રૂ.૬૬૦૩.૯૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૫.૮૦ વધીને રૂ.૨૩૬.૭૦, વોલ્ટાસ રૂ.૨૩.૩૫ વધીને રૂ.૧૦૯૭.૪૫, સીજી કન્ઝયુમર રૂ.૫.૬૦ વધીને રૂ.૨૮૯.૯૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૮.૬૫ વધીને રૂ.૧૪૧૭.૦૫, ટાઈટન કંપની રૂ.૪૭.૭૦ વધીને રૂ.૩૭૦૪.૩૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં આગેકૂચ
ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણમાં વૃદ્વિ સાથે ઈલેક્ટ્રિક વાહનોના સેગ્મેન્ટમાં સારૂ વૃદ્વિના અહેવાલો વચ્ચે ફંડોની ઓટો શેરોમાં ખરીદી જળવાઈ હતી. બોશ રૂ.૭૪૦.૭૫ વધીને રૂ.૨૯,૦૬૬, બજાજ ઓટો રૂ.૧૮૪.૭૦ વધીને રૂ.૮૫૧૦.૫૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૪૩.૧૫ વધીને રૂ.૨૬૬૦.૮૦, મારૂતી સુઝુકી રૂ.૧૩૨.૩૫ વધીને રૂ.૧૧,૫૦૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૮૪૮.૮૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમા આગેકૂચ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ મલ્ટિનેશનલ કંપનીઓ સાથે પસંદગીની મોટી ખરીદી કરી હતી. નોવાર્ટિસ ઈન્ડિયા રૂ.૧૫૯.૯૦ વધીને રૂ.૧૧૯૫.૩૫, વોક્હાર્ટ રૂ.૬૪.૪૦ વધીને રૂ.૫૫૧.૫૦, બ્લિસ જીવીએસ રૂ.૯.૫૫ વધીને રૂ.૧૩૨.૨૫, સિક્વેન્ટ સાઈન્ટિફિક રૂ.૧૩.૯૦ વધીને રૂ.૧૪૮.૫૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૭.૯૫ વધીને રૂ.૩૭૭.૧૫, સનોફી ઈન્ડિયા રૂ.૩૪૭.૨૫ વધીને રૂ.૯૧૯૫, સિપ્લા રૂ.૩૦.૨૫ વધીને રૂ.૧૪૭૦.૪૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૧૦૩.૮૦ વધીને રૂ.૬૪૨૦, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૪૦ વધીને રૂ.૧૫૨૯.૮૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી
સ્મોલ, મિડ કેપ, રોકડાના ઘણા શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૬૩ અને ઘટનારની સંખ્યા ૧૬૦૫ રહી હતી.
FPIની રૂ.૭૫૪ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં રૂ.૭૫૪.૫૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૧૬૭.૯૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૯૨૨.૫૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે રૂ.૪૫૨.૭૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૦૮૧.૧૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૬૨૮.૪૪ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિવધી
સેન્સેક્સ, નિફટી બેઝડ મજબૂતી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૬ લાખ કરોડ વધીને રૂ.૩૯૧.૬૯ લાખ કરોડની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.