લિસ્ટિંગ અગાઉ કંપનીનું મૂલ્ય 6.8 અબજ ડોલર
સવારે 9.55 વાગ્યે ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ કોર્પનો એક શેરનો ભાવ 47 ટકા વધીને 73.50 ડોલર હતો
નાસ્ડેકમાં ટ્રેડિંગના પ્રથમ દિવસે જ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા કંપનીના શેરના ભાવમાં ૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉછાળાને પગલે ટ્રમ્પના વિશાળ હોલ્ડિંગના મૂલ્યમાં વૃદ્ધિ થઇ છે તથા અમેરિકાના પૂર્વ પ્રમુખને ટેકો દર્શાવવા માટે નાના રોકાણકારોએ આ કંપનીના શેરોમાં કરેલા રોકાણથી ફાયદો થયો છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા કંપની ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ કોર્પોરેશનનું આજે અમેરિકાના શેરબજાર નાસ્ડેકમાં લિસ્ટિંગ થયું હતું.
ઉલ્લેખનીય છે કે સોમવારે ડિજિટલ વર્લ્ડ એક્વિઝિશન કોર્પ નામની કંપનીએ ટ્રમ્પના મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ કોર્પનું અધિગ્રહણ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની સોશિયલ મીડિયા કંપની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ ચલાવે છે. ટ્રેડિંગ શરૂ થયું તે પહેલા ટ્રમ્પની કંપનીનું બજાર મૂલ્ય ૬.૮ અબજ ડોલર આંકવામાં આવ્યું હતું.
જો કે ટ્રેડિંગના શરૂઆતના કલાકમાં કંપનીના શેરોના ભાવમાં જોવા મળેલો ઉછાળો જળવાઇ રહેશે તો કંપનીના બજાર મૂલ્યમાં જોરદાર ઉછાળો જોવા મળશે.
સવારે ૯.૫૫ વાગ્યે આ કંપનીમાં ટ્રમ્પની હિસ્સેદારી ૬૦ ટકા હતી અને કંપનીના શેરનો ભાવ ૪૭ ટકા વધીને ૭૩.૫૦ ડોલરની સપાટીએ હતો.