અમેરિકાની શિકાગો મેગેઝિને શિકાગોની Top-50 સૌથી શક્તિશાળી હસ્તીઓનું રેન્કિંગ જાહેર કર્યું
દુનિયાભરના અલગ અલગ દેશોમાં વસતાં ભારતીયોનો દબદબો સતત વધતો જઇ રહ્યો છે. એવા જ એક ભારતીય મૂળના સાંસદને એક મેગેઝિને ખાસ સન્માન આપ્યું છે. તેમને શિકાગોની સૌથી શક્તિશાળી હસ્તીઓમાં સામેલ કરવામાં આવ્યા છે.
Top-50ની યાદીમાં ક્યાં ક્રમે?
અમેરિકાની શિકાગો મેગેઝિને શિકાગોની Top-50 સૌથી શક્તિશાળી હસ્તીઓનું રેન્કિંગ જાહેર કર્યું હતું. જેમાં ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિને સ્થાન આપ્યું હતું. તે આ યાદીમાં 24માં ક્રમે છે. શિકાગો અમેરિકાના ઈલિનોઈસ સ્ટેટનું સૌથી મોટું શહેર છે. મેગેઝિને તેની યાદીમાં ટોચના ક્રમે ઈલિનોઈસના ગવર્નર જે.બી.પ્રિટ્જકરને સ્થાન આપ્યું હતું. જ્યારે બીજા ક્રમે મેયર બ્રેન્ડન જોનસનને સ્થાન મળ્યું.
દક્ષિણ એશિયન મૂળની સૌથી શક્તિશાળી હસ્તી
રાજા કૃષ્ણમૂર્તિ 2026માં અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટની ચૂંટણી લડવાની પ્લાનિંગ પણ કરી રહ્યા છે. એવી ચર્ચા છે કે જો અહીંથી ડિક ડર્બિન નિવૃત્ત થાય તો ડેમોક્રેટ વતી કૃષ્ણમૂર્તિ સેનેટની ચૂંટણી લડી શકે છે. એક પોલિટિકલ કન્સલ્ટન્ટે કહ્યું કે રાજા કૃષ્ણમૂર્તિ દેશની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાંથી એક છે.