પ્રિન્ટ થયેલા અરબી શબ્દોને કુરાનની આયાત સમજતા હતા.
પંજાબ પ્રાંતના પ્રથમ મહિલા સીએમ મરિયમ નવાઝે નોંધ લીધી.
પાકિસ્તાનના લાહોર શહેરમાં મહિલાને પહેરેલા પોષાકના લીધે મારવામાં આવતા ચકચાર મચી.
પાકિસ્તાનના લાહોર શહેરમાં એક મહિલાને પોતાના પહેરેલા પોષાકના લીધે માર મારવામાં આવતા ચકચાર જાગી છે. ઝનુની ટોળાએ મહિલા પર ઇશનિંદાનો આરોપ મુકયો હતો પરંતુ તે ખોટો સાબીત થયો હતો. લાહોરના વ્યસ્ત રહેતા ઇચરા બજારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહયો છે. પહેલી જ નજરે પોષાક જોઇને મૌલવીઓ તથા રસ્તા પરથી પસાર થતા લોકોએ ઇશનિંદાનો આરોપ મુકીને ભર બજારે મહિલાના કપડા ઉતારીને મારવાનું શરુ કર્યુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કટ્ટરપંથી લોકો મહિલાના પોષાક પર પ્રિન્ટ થયેલા અરબી શબ્દોને કુરાનની આયાત સમજતા હતા. પવિત્ર કુરાનની આયાતોનું અપમાન ઇશનિંદા થતી હતી. છેવટે માર્કેટમાં દુકાન ધરાવતા કપડાના વેપારીએ મહિલાના કપડા પર જોવા મળતી અરબી ભાષાની પ્રિન્ટ વાંચીને કુરાનનો ઉપદેશ નહી હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમ છતાં એકઠી થયેલી ભીડના મગજમાં ધાર્મિક ઝનુન ઓસર્યુ ન હતું.
ભીડ મહિલાને ખેંચીને એક રેસ્ટોરન્ટમાં લઇ ગયું હતું અને ફરજીયાત કપડા ઉતરાવી દીધા હતા. છેવટે લાહોર પોલીસે આવીને મહિલાને ભીડથી બચાવી હતી. પાકિસ્તાનના પંજાબ પ્રોવિન્સના નવ નિયુકત મહિલા મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ ઘટનાની નોંધ લીધી હોવાનું જાણવા મળે છે. મહિલાને ભીડથી બચાવનાર સુરક્ષા કર્મચારીઓના વખાણ કર્યા હતા.