સેન્સેક્સ ૧૨૪૫ પોઈન્ટ ઉછળી ૭૩૭૪૫ની નવી વિક્રમી ટોચે : નિફટી સ્પોટ ૩૫૬ પોઈન્ટની છલાંગે ૨૨૩૩૯ની ઐતિહાસિક ઊંચાઈએ બેંકેક્સ ૧૨૯૯ પોઈન્ટ ઉછળ્યો
ભારતના ત્રિમાસિક આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિના આંક આશ્ચર્યજનક રીતે વધીને ૮.૪ ટકા જાહેર થતાં અને ઔદ્યોગિક વિકાસને વેગ સહિતના પોઝિટીવ સમાચાર સાથે અમેરિકાના ફુગાવાના આંક વધીને આવ્યા છતાં આ પરિબળને ડિસ્કાઉન્ટ કરી વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધતાં અમેરિકી શેર બજારો પાછળ આજે વૈશ્વિક બજારોમાં તેજી થઈ હતી. ભારતીય શેર બજારોમાં માર્ચના પ્રથમ દિવસે શેરોમાં લોકલ ફંડોએ આક્રમક તેજી કરી મંદીવાળાઓને હેબતાવી મૂક્યા હતા. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં તેજીના તોફાને સેન્સેક્સ ૭૩૮૧૯.૨૧ની નવી ઐતિહાસિક ટોચ બનાવી અંતે ૧૨૪૫.૦૫ પોઈન્ટ ઉછળીને ૭૩૭૪૫.૩૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૨૩૫૩.૩૦ની નવી વિક્રમી ઊંચાઈ બનાવી અંતે ૩૫૫.૯૫ પોન્ટ ઉછળીનિે ૨૨૩૩૮.૭૫ની નવી ઐતિહાસિક ટોચે બંધ રહ્યો હતો.
બેક શેરો ઉછળ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ફ્રન્ટલાઈન શેરોમાં આક્રમક ખરીદી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૯૮.૬૮ પોઈન્ટ ઉછળીને ૫૩૭૫૫.૨૬ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૃ.૫૦.૭૫ ઉછળીને રૃ.૧૫૨૬.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૩૩.૪૫ વધીને રૃ.૧૦૮૬.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૨૦ વધીને રૃ.૭૬૯.૩૦, એક્સિસ બેંક રૃ.૨૩.૬૫ વધીને રૃ.૧૦૯૯.૩૫, કોટક મહિન્દ્રા બેંક રૃ.૩૬.૪૫ વધીને રૃ.૧૭૨૭.૨૫, એચડીએફસી બેંક રૃ.૨૮.૪૦ વધીને રૃ.૧૪૩૧.૧૫, બેંક ઓફ બરોડા રૃ.૫.૩૫ વધીને રૃ.૨૭૧.૧૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૃ.૧.૨૭ વધીને રૃ.૮૨.૨૭ રહ્યા હતા.
ફાઇ. સર્વીસ શેરોમાં આગે કૂચ
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની આક્રમક ખરીદી રહી હતી. બીએફ ઈન્વેસ્ટમેન્ટ રૃ.૬૨.૭૦ ઉછળીને રૃ.૬૩૦.૭૦, કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ રૃ.૩૯૩.૧૦ ઉછળીને રૃ.૪૩૮૧.૨૦, આઈઆઈએફએલ ફાઈનાન્સ રૃ.૩૨.૨૫ વધીને રૃ.૬૨૧.૭૫, વન ૯૭ પેટીએમ રૃ.૨૦.૨૫ વધીને રૃ.૪૨૫.૪૫, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પ રૃ.૩૬૩.૫૫ વધીને રૃ.૭૬૩૫.૧૦, ટુરિઝમ ફાઈનાન્સ રૃ.૧૧.૯૫ વધીને રૃ.૨૫૧.૯૦, રાણે હોલ્ડિંગ્સ રૃ.૫૦.૨૦ વધીને રૃ.૧૧૦૮.૯૫, પીએનબી હાઉસીંગ રૃ.૩૨.૨૫ વધીને રૃ.૭૨૬.૩૫, આરઈસી રૃ.૧૭.૩૫ વધીને રૃ.૪૫૯.૬૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં ઉછળા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની આક્રમક ખરીદીએ બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૨૭.૯૬ પોઈન્ટની છલાંગે ૫૮૮૪૨.૫૯ બંધ રહ્યો હતો. એલજી ઈક્વિપમેન્ટ રૃ.૩૧.૭૫ વધીને રૃ.૬૮૨.૨૫, સીજી પાવર રૃ.૨૧.૧૦ વધીને રૃ.૪૬૪.૯૫, લાર્સન એન્ડ ટુબ્રો રૃ.૧૫૨.૯૦ વધીને રૃ.૩૬૩૪.૫૦, ભેલ રૃ.૭.૭૫ વધીને રૃ.૨૩૫.૨૦, લક્ષ્મી મશીન વર્કસ રૃ.૪૭૦.૧૫ વધીને રૃ.૧૪,૯૩૫, ભારત ફોર્જ રૃ.૩૩.૮૫ વધીને રૃ.૧૧૮૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફરી પૂરપાટ તેજી
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ફરી પૂરપાટ તેજી થતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૪૫.૨૮ પોઈન્ટ ઉછળીને ૪૭૮૬૪.૫૮ બંધ રહ્યો હતો. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૃ.૨૩૪.૮૦ વધીને રૃ.૩૭૧૭.૭૫, ટીવીએસ મોટર રૃ.૧૦૦.૬૫ વધીને રૃ.૨૨૪૨.૪૫, મારૃતી સુઝુકી રૃ.૩૩૮.૭૦ વધીને રૃ.૧૧,૬૦૮.૦૫, ટાટા મોટર્સ રૃ.૨૬.૪૦ વધીને રૃ.૯૭૭.૨૦, અપોલો ટાયર્સ રૃ.૧૨ વધીને રૃ.૫૩૦.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૩૮.૮૫ વધીને રૃ.૧૯૭૨.૬૫, હીરો મોટોકોર્પ રૃ.૭૭.૯૦ વધીને રૃ.૪૫૦૪.૪૦, બજાજ ઓટો રૃ.૧૨૮.૨૦ વધીને રૃ.૮૦૩૯ રહ્યા હતા.
મેટલ ઈન્ડેક્સ ૧૦૩૨ પોઈન્ટ ઉછળ્યો
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૩૧.૬૯ પોઈન્ટ ઉછળીને ૨૭,૮૯૬.૯૪ બંધ રહ્યો હતો. સેઈલ રૃ.૧૧.૮૫ ઉછળીને રૃ.૧૩૩.૧૫, ટાટા સ્ટીલ રૃ.૯.૧૦ વધીને રૃ.૧૫૦, જિન્દાલ સ્ટીલ રૃ.૪૬ વધીને રૃ.૮૨૨.૬૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૩૫.૭૦ વધીને રૃ.૮૩૫.૮૫, હિન્દાલ્કો રૃ.૧૬ વધીને રૃ.૫૧૯.૧૦, એનએમડીસી રૃ.૫.૨૦ વધીને રૃ.૨૩૧.૧૫, જિન્દાલ સ્ટેનલેસ રૃ.૧૪.૧૫ વધીને રૃ.૬૫૩.૯૦, કોલ ઈન્ડિયા રૃ.૮.૬૫ વધીને રૃ.૪૪૬.૩૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે આક્રમક તેજી થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૩૬.૬૮ પોઈન્ટ ઉછળીને ૫૨૩૬૦.૯૭ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજી રૃ.૩૨૮.૧૫ વધીને રૃ.૭૦૦૯.૬૫, ટાઈટન કંપની રૃ.૧૩૫.૩૫ વધીને રૃ.૩૭૬૪.૭૦, બ્લુ સ્ટાર રૃ.૩૬.૭૫ વધીને રૃ.૧૩૦૭.૭૫, આદિત્ય બિરલા ફેશન રૃ.૪.૨૦ વધીને રૃ.૨૨૯.૬૦ રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં વ્યાપક ખરીદી
ઓઈલ-ગેસ શેરોમાં પણ આજે ફંડોએ ફરી વ્યાપક ખરીદી કરતાં બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૯૧.૬૦ પોઈન્ટ વધીને ૨૮,૨૫૬.૨૪ બંધ રહ્યો હતો. પેટ્રોનેટ એલએનજી રૃ.૯.૨૫ વધીને રૃ.૨૮૨.૬૦, બીપીસીએલ રૃ.૧૯.૦૫ વધીને રૃ.૬૨૩.૫૦, લિન્ડે ઈન્ડિયા રૃ.૧૬૧.૫૫ વધીને રૃ.૫૫૪૩.૨૫, આઈઓસી રૃ.૪.૧૦ વધીને રૃ.૧૬૯.૭૦, ઓએનજીસી રૃ.૫.૭૫ વધીને રૃ.૨૭૦.૬૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૬૧.૨૫ વધીને રૃ.૨૯૮૬, એચપીસીએલ રૃ.૭.૪૦ વધીને રૃ.૫૧૬.૮૦ રહ્યા હતા.
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. હેલ્થકેર ક્ષેત્રે હોસ્પિટલો દ્વારા વિવિધ ટ્રીટમેન્ટ માટે ચાર્જ કરવામાં આવતાં બેફામ દરોને લઈ સરકાર ચિંતિંત હોવાનું અને આ માટે હવે ટ્રીટમેન્ટના દરો નક્કી કરવાની હલચલે આજે ફાર્મા-હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવાઈ હતી. મેક્સ હેલ્થકેર રૃ.૫૮.૭૦ ઘટીને રૃ.૭૩૬.૪૦, ગ્લોબલ હેલ્થ રૃ.૬૫.૭૫ ઘટીને રૃ.૧૨૯૮.૬૦, હેલ્થકેર ગ્લોબલ રૃ.૧૪.૩૫ ઘટીને રૃ.૩૪૮, અજન્તા ફાર્મા રૃ.૭૭.૨૫ ઘટીને રૃ.૨૧૨૭.૨૫, ડો.રેડ્ડીઝ લેબ રૃ.૨૨૩ ઘટીને રૃ.૬૧૯૭.૪૦, નારાયણ હ્યુદાલ્યા રૃ.૩૭.૬૫ ઘટીને રૃ.૧૨૯૬.૨૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો મોટાપાયે લેવાલ બનતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૪૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૬૬ અને ઘટનારની સંખ્યા ૧૪૮૯ રહી હતી.
રોકાણકારોની સંપતિ વધીને રૃ.૩૯૨.૨૫ લાખ કરોડ
શેરોમાં આજે ઓલ રાઉન્ડ આક્રમક ખરીદી થતાં શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૃ.૪.૩ લાખ કરોડ વધીને રૃ.૩૯૨.૨૫ લાખ કરોડ પહોંચ્યું હતું.
FIIની રૃ.૧૨૯ કરોડના ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં રૃ.૧૨૮.૯૪ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૧૫,૭૧૨.૬૨ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૫,૫૮૩.૬૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે રૃ.૩૮૧૪.૫૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૧૧,૯૮૭.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૃ.૮૧૭૩.૪૫ કરોડની વેચવાલી થઈ હતી.