મધ્યપ્રદેશના જબલપુરમાં અમીર ઘરના છોકરાઓ પાસેથી પૈસા પડાવતી અને ન આપતાં રેપ-અકુદરતી સેક્સના ખોટા કેસ કરતી સોનિયા કેસવાની નામની છોકરી ઝડપાી છે.
રુપના જોરે પૈસા કમાવતી છોકરીઓ પણ પડી છે. એમપીના જબલપુરમાં રુપરુપનો અંબાર સોનિયા કેસવાની નામની એક છોકરીએ પોતાના રુપને ખોટી રીતે પૈસા કમાવવામાં લગાડી દીધું અને આવી રીતે લાખો રુપિયા ઠગી લીધા. 23 વર્ષીય સોનિયા કેસવાની નામની છોકરીએ પૈસાવાળા અમીર છોકરાઓને પોતાની હુસ્નની જાળમાં ફસાવ્યાં હતા અને તેમની પાસેથી પૈસા પડાવ્યાં હતા. સોનિયાની બીજી સ્ટ્રેટેજી એવી હતી કે જો કોઈ છોકરો કે યુવાન પૈસા આપવાની ના પાડે તો તેની સામે રેપનો ખોટો કેસ કરી દેતી અને આવી રીતે વેર વસૂલ કરતી. જબલપુરના છ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધાયા હતા જે પછી પોલીસે તેની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. પોલીસને સોનિયા વિશે ઘણી ફરિયાદો મઓળી હતી જે પછી તેના માથા માટે ઈનામ પણ જાહેર કરાયું હતું.
કેવી રીતે છોકરાઓને ફસાવતી
સોનિયા સૌથી પહેલા સોશિયલ મીડિયા પર શિકાર શોધતી અને રુપના જોરે અમીર ઘરના છોકરાઓને ફસાવતી અને તેમની પાસેથી પૈસા પડાવતી હતી. પૈસાની ડિમાન્ડ પૂરી ન થતાં તે રેપ અને અકુદરતી સેક્સના ખોટા કેસ કરતી હતી. ઘણાએ પૈસા આપ્યાં હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. શહેરમાં તેનો ત્રાસ વધી રહ્યો છે પરંતુ આખરે પોલીસે તેને પકડી પાડી.
ઘણા રાજ્યોમાં સોનિયા સામે કેસ
મહિલા વિરુદ્ધ ઘણા પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગના કેસ પણ નોંધાયેલા છે. આટલું જ નહીં, દેશના અલગ-અલગ રાજ્યોમાં મહિલા વિરુદ્ધ કેસ પણ નોંધાયેલા છે. મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી અમીર યુવકો સાથે દોસ્તી કરતી હતી. ત્યારપછી તે તેને મળવા આવતી હતી અને બાદમાં તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરતી હતી. તેણીએ ધમકી આપી હતી કે જે યુવકો પૈસા આપવા રાજી થયા તેમની સામે બળાત્કારનો કેસ દાખલ કરી દેશે. મહિલાએ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના એક યુવકને પણ ધમકી આપી હતી. જે બાદ યુવકે મહિલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હાલ પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
રુપમાં ન આવી જતા નહિંતર મર્યાં
સોશિયલ મીડિયાની દુનિયામા લોકોને રુપમાં ન આવવાની સલાહ અપાઈ રહી છે. આજકાલ આવી ઘણી ગેંગો પૈસા કમાવવા અવળા ધંધા કરી રહી છે. સોનિયાએ જે ટ્રીક વાપરી તે એક પ્રકારનું સેક્સટોર્શન જ છે.