વડોદરાના છાણી વિસ્તારમાંથી પોલીસે વધુ એક રીઢા ચોરને ઝડપી પાડતા તેની પાસે ચોરીની ચાર મોટરસાયકલ મળી આવી છે.
વડોદરા તેમજ વાઘોડિયા સહિતના પોલીસ સ્ટેશનમાં 18 જેટલા ચોરીના ગુનાઓમાં અગાઉ પકડાયેલો રણજીત કનુભાઈ વાદી ચોરીની મોટરસાયકલ લઇ ફરતો હોવાની વિગતો મળતા ફતેગંજ પોલીસની ટીમે છાણી કેનાલ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસે રણજીત પાસેની બાઈકના કાગળો માંગતા મળી આવ્યા ન હતા. તપાસ કરતા આ મોટરસાયકલ ઈએમઈ મિલ્ટ્રી બોયઝ હોસ્ટેલ પાસેથી ચોરી થયાની વિગતો બહાર આવી હતી.
રણજીતની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા બીજી ત્રણ મોટરસાયકલ ચોરીનો ભેદ ખુલ્યો હતો. આ મોટરસાયકલ કારેલીબાગ, વાઘોડિયાની ખાનગી હોસ્પિટલ તેમજ ગેંડા સર્કલ પાસેથી ચોરી કર્યા નહીં વિગતો ખુલતા પોલીસે ચારેય મોટરસાયકલ કબજે કરી રિમાન્ડ માટે તજવીજ કરી છે.