ફડીંગ USAID દ્વારા કરાશે, અમલીકરણ ICELI SOUTH ASIA દ્વારા કરાશે
યુએસએઈડ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદનોસસ્ટેનેબલ ટ્રાન્ઝીશન રોડમેપ તથા એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે.આ અંગેનુ તમામ ફડીંગ યુએસએઈડ દ્વારા કરવામાં આવશે.મ્યુનિસિપલ તંત્ર ઉપર કોઈ આર્થિક ભારણ પડશે નહિં.પ્રોજેકટનું અમલીકરણ આઈસીએલઈઆઈ સાઉથ એશિયા દ્વારા કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિ.ને સપ્ટેમબર-૨૦૨૫ સુધી સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝીશનની દિશામાં જરુરી આયોજન કરવા અંગે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પ્રપોઝ કરવામાં આવ્યુ છે.
યુનાઈટેડ સ્ટેટ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા સાઉથ એશિયા રિજિનલ એનર્જી પ્રોજેકટ અંતર્ગત છ દેશના પાંચ શહેરની પસંદગી કરવામાં આવી છે.જે માં અમદાવાદ શહેરનો સમાવેશ કરાયો છે.પ્રોજેકટ અંતર્ગત અમદાવાદનો સસ્ટેનેબલ એનર્જી રોડમેપ તથા એકશન પ્લાન તૈયાર કરવામાં ટેકનીકલ સપોર્ટ મળશે.પ્રોજેકટ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફેસીલીટી, ટ્રાન્સપોર્ટ કે જેમાં ઈલેકટ્રીક મોબીલીટી થુ્ર રીન્યુએબલ એનર્જી ટ્રાન્ઝીશન રોડમેપ તથા એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે.વિવિધ સંલગ્ન ડીપાર્ટમેન્ટ તથા સ્ટેક હોલ્ડર માટે સસ્ટેનેબલ ટ્રાન્ઝીશન વિષય માટે જરુરી ટ્રેનિંગ તથા કેપેસીટી બિલ્ડિંગ તેમજ બેન્કેબલ પ્રોજેકટ તૈયાર કરાશે.સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝીશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈડેન્ટીફાય કરવામાં આવેલા વિવિધ પ્રોજેકટ માટે પ્રોજેકટ ઈન્ફર્મેશન નોટ બનાવી તથા ગેપફંડ તેમજ વિવિધ ફડીંગ ઓપર્ચ્યુનીટી માટે એપ્લાય કરવામા સહયોગ આપવો પડશે.